વરાછાના સરથાણામાં બિલ્ડીંગની છત પર ભજીયાનો પ્રોગામ કરતા હતા ને ડ્રોન આવ્યું ને લોકો મુઠ્ઠી વાળી ભાગ્યા…

Categories
Other

કોરના વાયરસનો કેર રાજ્યમાં ધીરે ધીરે વધી રહ્યો છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે કોરોનાને કારણે અમદાવાદમાં વધુ એક મહિલા દર્દીનું મોત નીપજ્યું છે. આ સાથે રાજ્યમાં કુલ 10 મોત નીપજ્યાં છે. રાજ્યમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 105 થઇ ગઇ છે. કોરોના વાઈરસના કારણે દેશને 21 દિવસ લોકડાઉન કરવામાં આવ્યો છે. લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે તે માટે પોલીસ દ્વારા સોસાયટીમાં પણ ડ્રોન કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ત્યારે સુરતના વરાછા રોડ પર સરથાણા જકાતનાકા ખાતે આવેલી રાજહંસ સ્વપ્ન નામના બિલ્ડીંગની છત પર ભજીયા પાર્ટી ચાલતી હોવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

ટીકટોક સહિત ફેસબુક અને વોટસએપમાં વાઈરલ થઈ રહેલા વીડિયોમાં પોલીસનું ડ્રોન શૂટિંગ કરવા આવે તે દરમિયાન લોકો ભજીયા માટેનો સામાન કાપતા કાપતાં દોડીને નીચે જતા રહે છે અમુક લોકો ત્યાં જ બેઠા રહે છે. જો કે હાલ વાઈરલ થઈ રહેલા આ વીડિયો પ્રમાણે પોલીસે કોઈ ગુનાનો આ ભજીયા પાર્ટી પર નોંધ્યો ન હોવાનું સામે આવ્યું છે.જો કે શહેરના અન્ય વિસ્તારોમાં ડ્રોન કેમેરા દ્વારા પણ પોલીસે ગુના નોંધ્યા છે ત્યારે આ ભજીયા પાર્ટી પર પણ ગુનો નોંધાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.

કોરોનાના પગલે કલમ 144ના જાહેરનામાના ભંગ બદલ આજ રોજ19 કેસ નોંધાયા છે. ડ્રોન કેમેરા દ્વારા 23 અને સાઇબર ક્રાઈમ ના 6 ગુના તથા જાહેરનામા ભગ બદલ 338ની અટક કરવામાં આવી છે. 469 વાહનો ડિટેઇન કરાયા છે. લોકડાઉનમાં આજદિન સુધી જાહેરનામા ભંગના 188 કલમ હેઠળ 256 કેસ નોંધાયા છે.269,270,271 કલમ હેઠળ 866 ગુના નોંધાયા છે. ડ્રોન કેમેરા દ્વારા આજદિન સુધીમાં 79 કેસ નોંધાયા છે. CCTV સર્વેલન્સ દ્વારા 6 કેસ થયા છે.સાઇબર ક્રાઈમ હેઠળ 13 કેસ નોંધાયા છે. ટોટલ 1839 લોકોની અટક કરવામાં આવી છે. કુલ વાહન 4986 ડિટેઇન આજદિન સુધીમાં કરાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *