આ દેશના સૌથી મોટાં કબ્રસ્તાનમાં માત્ર 6 મીનિટમાં જ દફન થઈ રહ્યાં છે શબ, જોવા મળ્યાં લાશોના ઢગલાં

Categories
News Other

દુનિયાના 200થી વધારે દેશોમાં કોરોનાનો કહેર ચાલું છે. અત્યાર સુધીમાં 82 હજાર લોકોનાં મોત થયા છે. એવામાં દરેક દેશ કોરોનાની સામે લડવા માટે પોતપોતાના દમ પર પગલાં ભરી રહ્યા છે. અમેરિકા, ઈટલી, સ્પેન, બ્રિટન અને જર્મનીની જેમ બ્રાઝીલમાં પણ કોરોનાનો કહેર છે. બ્રાઝીલમાં સ્થિતી બેકાબૂ થઈ રહી છે. બ્રાઝીલમાં સૌથી વધારે સ્થિતી સાઓ પાઉલોમાં ગંભીર છે. અહીં સરકારે આવતા 6 મહિનામાં 1 લાખથી વધારે લોકોનાં મોતની આશંકા વ્યક્ત કરી છે. તો સાઓ પાઉલોનાં કબ્રસ્તાન એ વાતની સાબિતી આપી રહ્યા છેકે, અહીંની સરકારે કોરોનાની સામે પોતાના હથિયાર નીચે મુકી દીધા છે.

ત્યારે આ વચ્ચે બ્રાઝીલનાં રાષ્ટ્રપતિ ઝેર બોલસોનારોએ હનુમાનનો ઉલ્લેખ કરીને ભારત પાસે મદદ માંગી છે. રાષ્ટ્રપતિએ ચિઠ્ઠી લખી છે. જે રીતે ભગવાન રામના ભાઈ લક્ષ્મણનો જીવ બચાવવા માટે હનુમાન સંજીવની લઈને આવ્યા હતા. એવી જ રીતે ઈસા મસીહે બીમારોને ઠીક કર્યા હતા. એવી જ રીતે ભારત અને બ્રાઝીલ એક સાથે આવીને આ સંકટ સામે લડી શકે છે. કોરોના સામે ઝઝૂમી રહેલા લોકોની ભલાઈ માટે બંને દેશોએ કામ કરવાનું રહેશે. આ મુશ્કેલીનાં સમયમાં અનુરોધ સ્વીકાર કરો. વાસ્તવમાં એવું માનવામાં આવી રહ્યુ છેકે, બ્રાઝીલ મેલેરિયાની હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા માટે ભારત પાસે મદદ માંગી રહ્યુ છે.

સાઓ પાઉલોના વિલા ફાર્મોસામાં લેટિન અમેરિકાનું સૌથી મોટું કબ્રસ્તાન છે. અહીં જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી કબ્રસ્તાન જ છે. અહીંના નિયમો મુજબ, ફક્ત 6 મિનિટમાં જ લોકોનાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. તેમને પરિવારનાં લોકોને મળવા કે અડવા દેવામાં આવતા નથી.

રોયટર્સ મુજબ, ઓસ્વાલ્ડો ડોસ સેંટોસ જોઈ રહ્યા છેકે, તેમની નજરની સામે કેટલાંક લોકો તેમનાં પુત્રની કબર ખોદી રહ્યા છે. તેમને ડર છેકે, ક્યાંક તે પણ કોરોનાથી સંક્રમિત તો નથી. ઓસ્વાલ્ડો તેમના પુત્રની સાથે રહેતાં હતા. તેની રવિવારે અચાનક તબિયત ખરાબ થઈ હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયુ હતુ. તેની તપાસનાં રિપોર્ટ સામે આવ્યાં તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું.

આ બ્રાઝીલમાં સામાન્ય થઈ ગયુ છે. વિલા ફોર્મોસાના આ કબ્રસ્તાનમાં 15 લાખ નવી કબરો બનાવી શકાય છે. અહીં લોકોને દફન કરવામાં આવી રહ્યા છે. એ લોકોને કોરોના થયો છેકે નહી તેની જાણ નથી.

સાઓ પાઉલોમાં અંતિમ સંસ્કાર માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. જે હેઠળ ફક્ત 6 મિનિટમાં શબનાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. અંતિમ સંસ્કારમાં 10થી વધારે લોકોને સામેલ કરવામાં આવતા નથી. આ કબ્રસ્તાનમાં કામ કરતાં લોકોનું કામ ડબલ થઈ ગયુ છે. અહીં દરરોજ 60 લોકોને દફન કરવામાં આવી રહ્યા છે. અહીં કામ કરતાં લોકોનું કહેવું છેકે, સરકારી આંકડાઓ કરતાં મોત વધારે થઈ રહ્યા છે.

અહી સ્થિતી એવી છેકે, પહેલાં કબરોની લાઈન ત્રણ મહિનામાં ભરાતી હતી તે હવે એક મહિનામાં ભરાઈ રહી છે. કબરો ખોદતાં લોકોએ જણાવ્યુકે, મરનારા લોકોની સંખ્યા વધી જશે, જો તેમાં કોરોનાના ટેસ્ટનું પરિણામ આવતાં પહેલાં જ મર્યા છે. સમાચાર પત્રોમાં બતાવવામાં આવતા આંકડાઓ ખોટા છે. તે બમણા કે ત્રણ ગણા હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *