આપનો ભારત દેશ ધાર્મિક દેશોમાંથી એક છે. અહીં એવા ઘણા મંદિરો છે જે અલગ અલગ ચમત્કારો અને રહસ્યો માટે જાણીતા હોય છે, જો કે આજે ગલીએ ગલીએ મંદિર જોવા મળે છે. એટલું જ નહિ પણ લોકોને આ મંદિરો પ્રત્યે શ્રદ્ધા પણ હોય છે. આજે અમે તમને આ જ ચમત્કારી મંદિરમાંથી એક મંદિર મહાબલી હનુમાનજી ના મંદિર વિશે જણાવશું, જે દુનિયાભરમાં ખુબ જ પ્રશિદ્ધ છે. આ મંદિરમાં હનુમાનજી સુતેલી અવસ્થામાં જોવા મળે છે, અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

અમે જે મંદિરની વાત કરવા જઈ રહ્યા છીએ તે મંદિર ઇલાહાબાદમાં સ્થિત છે, ઇલાહાબાદ કુંભ મેળા માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. સંગમ નગરીમાં ગંગા સ્નાનને સનાતન સંસ્કૃતિમાં ઘણું શુભ માનવામાં આવ્યું છે. કુંભ સિવાય પણ ઘણા ધાર્મિક ઉત્સવોમાં પણ અહીં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે અહીં સંગમ નગરીમાં ગંગા કિનારે સ્થિત હનુમાનજી નું એક એવું ધામ છે કે જો ત્યાના દર્શન ન કર્યા હોય તો ગંગા સ્નાનને સંપૂર્ણ માનવામાં આવતું નથી.

આ મંદિરનું નામ “બડે હનુમાનજી” છે આ મંદિરમાં એક એવી મૂર્તિ છે જેમાં હનુમાનજી સુતેલી અવસ્થામાં જોવા મળે છે. અને આ દેશનું એકમાત્ર મંદિર છે જ્યાં હનુમાનજી સુતેલી અવસ્થામાં જોવા મળે છે. મહાબલી હનુમાનજી ના આ મંદિરમાં દક્ષીણ મુખી હનુમાનજીની મૂર્તિ 20 ફૂટ લાંબી છે અને તે જમીનથી 6 થી 7 ફૂટ નીચે છે. તેને બડે હનુમાનજી, કિલા વાલે હનુમાનજી અને બાંધ વાલે હનુમાનજીના નામથી ઓળખવામાં આવે છે. પુરાણોમાં પણ બડે હનુમાનજીનો ઉલ્લેખ જોવા મળે છે.

કહેવામાં આવે છે કે શ્રી લંકા પર જીત મેળવીને હનુમાનજી થાકેલી હાલતમાં હતા ત્યારે માતા સીતાએ તેને આરામ કરવા માટે કહ્યું હતું એ જ સ્થળ છે જ્યાં હનુમાનજીએ આરામ કર્યો હતો અને ત્યાં સુતા હતા. તેમજ એક બીજી માન્યતા પણ છે કે એક પૈસાદાર વેપારીએ હનુમાનજીની આ પ્રતિમાનું નિર્માણ કરાવ્યું હતું, વેપારી આ મીર્તીને લઈને દેશભરમાં ફર્યા અને આખરે આ જગ્યાએ આવીને રોકાઈ ગયા. સમય જતા આ જગ્યાએથી બાલા ગિરિ નામના સંત પસાર થયા તેની નજરમાં આ મૂર્તિ આવી અને તેને તેનું બડે હનુમાનજી નામ રાખીને મંદિર બનાવ્યું હતું.

આ મંદિર પ્રત્યે લોકોની એવી માન્યતા છે તેના જમણા પગ નીચે કામદા દેવી અને ડાબા પગ નીચે અહિરાવણ દબાયેલ છે, જે ભક્ત તેના સાચા મનથી આ મંદિરમાં તેની મનોકામના માંગે છે તેની મનોકામના મહાબલી હનીમાંનજી જરૂર પૂરી કરે છે. દરવર્ષે શ્રાવણ મહિનામાં ગંગા માતાનું જળ સ્તર વધી જાય છે અને તે હનુમાનજીને સ્નાન કરવા આવે છે. કહેવાય છે કે ગંગાનું જળ સ્તર ત્યાં સુધી સતત વધતું રહે છે જ્યાં સુધી તે હનુમાનજીના ચરણોને સ્પર્શ ન કરે, ત્યારબાદ સ્તર આપમેળે ઘટી જાય છે. ગંગા કિનારે બડે હનુમાનજી સુતેલી અવસ્થામાં તેના ભક્તોને ક્યારેય ખાલી હાથે નથી જવા દેતા. મહાબલી હનુમાનજી તેના ભક્તોને સાહસથી પરિપૂર્ણ કરીને મોકલે છે તેથી તેને મુશ્કેલીઓ સામે લડવાની હિમ્મત મળે.