દેશની આ જગ્યાઓ ઉપર પહેલા પગ મુકવાની પણ જગ્યા નહોતી, આજે વ્યાપી ગયો છે સાવ સુનકાર, જુઓ તસવીરો

Categories
News

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું જેમાં વાહનો સાથે માણસો પણ થંભી ગયા, અને રોડ, રસ્તા, ગલી, શહેર બધું જ જાને સૌ ખાલી ખ્મ હોય એવું લાગવા લાગ્યું, આપણા દેશમાં પણ એવી ઘણી જગ્યાઓ છે જ્યાં લોકડાઉન પહેલા પગ મુકવા માટેની પણ જગ્યા શોધવી પડતી હતી, પરંતુ આજે એવી જગ્યાઓ ઉપર પણ સાવ સુનકાર વ્યાપે ગયો છે. ચાલો જોઈએ એવી જગ્યાઓ વિશે.

એઇમ્સ ફ્લાય ઓવર:
રાજધાનીના ટ્રાફિકને નિયંત્રણમાં રાખતો એઇમ્સ ફ્લાયઓવર પણ સામાન્ય દિવસોમાં ધમધમતો જોવા મળે છે, તેની આસપાસ ઘણી હરિયાળી છે પણ સામાન્ય દિવસોમાં તે જોવાનો કોઈના પાસે સમય પણ નથી હોતો, પરંતુ હવે તેની હરિયાળી સાથે ખાલીખમ ફ્લાયઓવર જોવા મળે છે.

છત્રપતિ શિવાજી ટર્મિનલ:
મુંબઈનું છત્રપતિ શિવાજી ટર્મિનલ દુનિયાનું સૌથી વધુ ધમધમતું અને વ્યસ્ત રેલવે સ્ટેશન છે. પરંતુ આજે આ રેલવે સ્ટેશન સાવ ખાલી પડ્યું છે, ના ત્યાં ટ્રેન આવે છે ના કોઈ પેસેન્જર.

કનોટ પ્લેસ:
દિલ્હીના કનોટ પ્લેસને દિલ્હીનું દિલ કહેવામાં આવે છે, આને આ સ્થળ ઉપર તમને કાયમ ભીડ જોવા મળશે જે, પણ આ લોકડાઉનમાં આ સ્થળ પણ સાવ ખાલી પડ્યું છે.

ગેટવે ઓફ ઇન્ડિયા:
મુંબઈના દરિયા કિનારે આવેલો ગેટ વે ઓફ ઇન્ડિયા ઉપર પણ માણસોનો મેળવાળો જામે છે પરંતુ આજે ત્યાં માત્ર પક્ષીઓ જ જોવા મળે છે.

ઇન્ડિયા ગેટ:
દિલ્હીમાં આવેલા ઇન્ડિયા ગેટનો નજારો પણ આ લોકડાઉનમાં એવો જ છે, ત્યાં પણ ઉડતા પક્ષીઓ સિવાય હાલ બીજું કઈ જોવા નથી મળી રહ્યું.

તાજ મહેલ:
પ્રેમનું પ્રતીક ગણાતા તાજ મહેલ જોવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે, પરંતુ લોકડાઉનના કારણે તાજમહેલ પણ સુમસામ થઇ ગયો છે.

કાશીની ગંગા આરતી:
કાશીમાં થતી ગંગા આરતીમાં રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા હોય છે, આ આરતીના દર્શનનો પણ એક અનોખો લ્હાવો છે, આજે ગંગા ઘાટ ઉપર આરતી તો થઇ રહી છે, પરંતુ દર્શન કરનારા ભાવિક ભક્તો નથી.

સુવર્ણ મંદિર:
અમૃતસરમાં આવેલું સુવર્ણ મંદિર જોવા માટે પણ રોજ હજારો લોકો જાય છે, પરંતુ દેશમાં લાગેલા લોકડાઉનના કારણે આ સુવર્ણમંદિરમાં પણ સુનકાર વ્યાપી ગયો છે.

હવા મહેલ:
ગુલાબી નગરી જયપુરમાં આવેલો હવા મહેલ જોવા માટે પણ દેશ-વિદેશના પર્યટકો આવતા હોય છે, પરંતુ કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે ત્યાં આજે કોઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *