સાંજની ચા સાથે ખાવ ગરમા ગરમ બ્રેડ સમોસા

Categories
Recipes

શિયાળામાં દરેક સાંજની ચા સાથે ગરમા ગરમ સમોસા ખાવા પસંદ કરે છે આવામાં સાંજની ચા સાથે ગરમા ગરમ સમોસાની મજા લેવા માટે તમે સહેલાઈથી ઘરે જ બનાવી શકો છો.   આજે અમે તમને સહેલાઈથી બનનારી ટેસ્ટી અને ક્રિસ્પી બ્રેડ સમોસાની રેસીપી બતાવીશુ. સામગ્રી – તેલ કે ઘી 2 ટે સ્પૂન જીરુ 1/2 ટીસ્પૂન, આદુ 1 ઈંચ ઝીણો સમારેલો.. મટર 1/2 કપ (ફ્રોજન) સૂકા ધાણા 1/2 ટી સ્પૂન મીઠુ સ્વાદમુજબ, વરિયાળી 1/2 ટી સ્પૂન, લાલ મરચાનો પાવડર 1/2 ટી સ્પૂન.. લીલા મરચા – 1 (ઝીણા સમારેલા) ગરમ મસાલો  1/4 ટી સ્પૂન, આમચૂર  પાવડર 1/2 ટી સ્પૂન, બટાકા 2 બાફેલા, ધાણા – 2 ટેબલસ્પૂન.. અન્ય સામગ્રી – વ્હાઈટ બ્રેડ – 7 સ્લાઈડ, મેદો 2 ટેબલસ્પૂન, પાણી 2 ટેબલસ્પૂન તેલ-ડીપ ફ્રાઈ માટે.. બનાવવાની રીત –

1. સૌ પહેલા એક પેનમાં તેલ ગરમ કરીને તેમા જીરુ, આદુ અને લીલા મરચા નાખીને ફ્રાઈ કરો. 

2. તેમા વટાણા મસાલા અને મીઠુ નાખીને સેકી લો. ત્યારબાદ તેમા બટાકા અને લીલા ધાણા નાખીને ફ્રાઈ કરીને બાજુ પર મુકી દો. 

3. બ્રેડ સ્લાઈડને લઈને તેને બ્રાઉન સાઈડ કાપીને વણ્યા પછી સમોસાના શેપમાં કાપી લો. 

4. એક બાઉલમાં મેદો અને પાણી મિક્સ કરીને બ્રેડના સાઈડ પર લગાવી તેમા ફ્રાઈ મસાલાની સ્ટફિંગ કરો અને તેના ઉપર મેદા પેસ્ટ લગાવી તેને બંધ કરી દો. 

5. એક પેનમાં તેલ ગરમ કરીને સમોસસને ગોલ્ડન બ્રાઉન થતા સુધી ડીપ ફ્રાય કરી લો. 6. તમારા

6. બ્રેડ સમોસા બનીને તૈયાર છે.  હવે તમે તેને ગરમા ગરમ ચા અને સોસ સાથે સર્વ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *