કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાયેલો છે ત્યારે આ વાયરસ કેવી રીતે માણસને પોતાની ચપેટમાં લે છે તેને ઘણા બધા કારણો મળી આવે છે. અને આનાથી બચાવનો એક જ માત્રે શ્રેષ્ઠ ઉપાય છે પોતાના ઘરમાં રહેવાનો. પરંતુ આપણી કેટલીક ગેરકાળજીના લીધે ઘરમાં બેસીને પણ આપણે કોરોનાથી સંક્રમિત થઇ શકીએ છીએ.

ચીનનું વુહાન શહેર કોરોનાનું કેન્દ્રં રહ્યું હતું, આ શહેરમાંથી જ દુનિયાભરમાં વાયરસનો ફેલાવો થયો હતો. ચીનમાં કોરોના વાયરસને લઈને ઘણા સંશોધનો કરવામાં આવ્યા છે જેમાંથી એક સંશોધન એરકંડિશનને લઈને પણ કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રેસ્ટોરન્ટમાં લાગેલા એસીના કારણે ત્રણ પરિવારોમાં વાયરસનું ઇન્ફેક્શન ફેલાયું હતું. આ સાંતળી અમેરિકાના સેન્ટર ફોર કંટ્રોલ એન્ડ પ્રિવેંશન દ્વારા ઇમર્જિંગ ઇન્ફેક્શિયસ ડીઝીઝ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી હતી. આ સ્ટડી 10 કોવિડ-19 ના દર્દીઓ ઉપર કરવામાં આવી હતી.
આ 10 દર્દીઓ એ પરિવારના હતા જે ચીનના એક જ રેસોરેન્ટમાં લંચ કરવા માટે ગયા હતા. વુહાનમાંથી આવવા વાળો આ પહેલો સંકરમાઈટ વ્યક્તિ પાંચ માળના બનેલા એ રેસ્ટોરન્ટમાં 24 જાન્યુઆરીના રોજ જમવા માટે ગયો હતો. આ રેસ્ટોરન્ટમાં કોઈ બારી નથી, ત્યાં જ બીજા પરિવારના સભ્યો તેની પાસે જ બીજા ટેબલ ઉપર જમવા માટે બેઠા હતા.

પહેલા સંક્રમિત વ્યક્તિને પહેલા દિવસે જ લક્ષણો નજરે ચઢવા લાગ્યા હતા. જયારે બીજા પરિવારના સભ્યોને 5 ફેબ્રુઆરીના રોજ લક્ષણો દેખાય. ત્રણેય પરિવારના સભ્યો એ રેસ્ટોરન્ટમાં એક કલાક સુધી બેઠા હતા. સ્ટડીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સિન્ક્રમણ ડ્રોપલેટના કારણે પણ ફેલાઈ શક્યું હોઈ શકે છે. પરંતુ ડ્રોપલેટ હવામાં થોડા જ સમય માટે રહે છે અને થોડે દૂર સુધી જ જઈ શકે છે. જેના કારણે એ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે એસીના વધારે પડતા ફળો ના કારણે જ ડ્રોપલેટ હવામાં લાવ્યું હશે અને તેનાથી જ બીજા લોકો પણ સંક્રમિત થયા હશે. અભયસમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ટેબલની વચ્ચેની વધારે જગ્યા અને વેન્ટિલેશન કોરોનાને ફેલાવતો અટકાવી શકે છે.

ચીનના વુહાન શહેરમાં આ વાયરસના કારણે ઘણા લોકો સંક્રમિત થયા હતા અને ઘણા લોકોના મૃત્યુ પણ થયા હતા, વુહાન બાદ જ આ વાયરસ દુનિયાભરમાં ફેલાયેલો જોવા મળ્યો અને તેના કારણે લાખો લોકો સંક્રમિત થયા અને હજારો લોકોના જીવ પણ ગયા છે.