ગુજરાતમાં કૂદકેને ભૂસકે વધ્યો કોરોના નો આંકડો, આજે 16 નવા કેસ સાથે કુલ પોઝિટિવ 144 કેસ થયા…

Categories
Other

ગુજરાતમાં સતત ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવ કેસના આંકડાઓ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. આજે સમગ્ર દેશમાં લોકડાઉનનો 13મો દિવસ છે. અત્યારસુધીમાં રાજ્યના 15 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસરી ચૂક્યો છે. કોરોનાની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. મકરઝથી આવેલા લોકોના વિસ્તારોમાં કેસ વધી રહ્યાં છે. હોટસ્પોટ કરાયેલા વિસ્તારોમાંકેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં 144 કેસ થયા છે. અમદાવાદમાં 11 નવા કેસ જ્યારે સુરત, મહેસાણા અને પાટણમાં એક-એક નવા કેસનોંધાયા છે. રાજ્યમાં કુલ 144 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 11 દર્દીઓના મૃત્યુ થયા છે તો 21 દર્દીઓ સાજા થઇ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્ય માટે એ બાબત પણ હવે ચિંતા ઉપજાવે તેવી છે કે રાજ્યમાં હવે લોકલ ટ્રાન્સમિશનના કેસ વધી રહ્યાં છે. કુલ 144 પોઝિટિવ કેસમાંથી 85 જેટલા કેસ લોકલ ટ્રાન્સમિશન છે. જેના કારણે રાજ્યના અનેક શહેરોમાં સાચવેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારને ક્વૉરન્ટીન કરવામાં આવી રહ્યું છે.

રાજ્યના કુલ 144 પોઝિટિવ કેસમાંથી સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. જિલ્લાવાર આંકડાઓ જોઇએ તો અમદાવાદમાં 64 પોઝિટિવ અને 5ના મોત, સુરતમાં 17 પોઝિટિવ અને 2ના મોત, ગાંધીનગરમાં 13 પોઝિટિવ,ભાવનગરમાં 13 પોઝિટિવ અને 2ના મોત, વડોદરામાં 10 પોઝિટિવ અને 1નું મોત, રાજકોટમાં 10પોઝિટિવ કેસ, પોરબંદરમાં 3 પોઝિટિવ, ગીર સોમનાથમાં 2 પોઝિટિવ, કચ્છમાં 2 પોઝિટિવ, મહેસાણામાં 2 પોઝિટિવ, પાટણમાં 2 પોઝિટિવ, પંચમહાલમાં એક પોઝિટિવ અને એકનું મોત, છોટાઉદેપુર અને જામનગરમાં 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

વડોદરામાં કોવિડ 19 થી વધુ એક મરણ થયું છે .જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલના અહેવાલો અનુસાર શહેરના 62 વર્ષની ઉંમરના કોરોનાગ્રસ્ત મહિલાનું આજે સવારે સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મરણ થયું હતું.આ મહિલા શ્રીલંકાના પ્રવાસે થી પાછા ફર્યા પછી 18 મી માર્ચે તેઓ દવાખાનામાં દાખલ થયા પછી કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા,નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે તેમની સઘન સારવાર કરવામાં આવી હતી.જો કે આજે સવારે તેમનું દુઃખદ અવસાન થયું છે.આ સાથે વડોદરામાં કોરોના થી એક પુરુષ અને એક મહિલા,એમ બે મરણ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *