હિન્દુ પ્રણાલિકા પાછળનું રહસ્ય

Categories
Website Development

શું આપે ક્યારેય વિચાર કર્યો છે કે, પ્રત્યેક વર્ષ રથયાત્રાના પહેલા ભગવાન જગન્નાથજી બીમાર પડે છે. તેમને શરદી અને તાવ થઈ જાય છે.
બીમારીની આ હાલતમાં તેમને Quarantine કરવામાં આવે છે જેને મંદિરની ભાષામાં “અનાસાર” કહેવામાં આવે છે.
ભગવાનને 14 દિવસ સુધી એકાંતવાસ એટલે Isolation માં રાખવામાં આવે છે.
આપે બરોબર વાંચ્યું છે 14 દિવસ જ. Isolation ની આ અવધિમાં ભગવાનના દર્શન બંધ રહે છે અને ભગવાનને જડીબુટીયોનાં પાણી આહારમાં દેવામાં આવે છે એટલે Liquid diet. અને આ પરંપરા હજારો વર્ષોથી ચાલી આવી રહી છે

આજે વીસમી સદીમાં આધુનિક વૈજ્ઞાાનિકો આપણને ભણાવી રહ્યાં છે કે Isolation & Quarantine નો સમય અવધિ ૧૪ દિવસ સુધી રહે. એ દરમ્યાન જો દર્દી અન્ય કોઈના સંપર્કમાં આવે તો સંપર્કીત વ્યક્તિ સંક્રમણનો ભોગ બની શકે છે.
એ જ કારણોસર આપણા જ્ઞાની પૂર્વજોએ ભગવાનને , ઘનિષ્ઠ સંપર્કમાં રહેલ ભાઈ બલરામ તથા બહેન સુભદ્રાજીને મોસાળમાં મોકલી એકાંતમાં રાખેલ.
એ જ કારણોસર શીતળા, અછબડા, ઓરીના દર્દીઓના ઘેર કોઈને જવા દેવામાં આવતા નહીં, દર્દીને ઘેર ક્વોરન્ટાઈનમાં રાખતા. ભૂલથી કોઈ અજાણી વ્યક્તિ એના ઘેર ન જઈ ચડે એટલે ઘર બહાર લીમડાના પાનનું તોરણ‌ બાંધવામાં આવતું. કેવી અદ્ભૂત વૈજ્ઞાનિક પધ્ધતિ અને આપણે એને અભણ લોકોની જૂઠી પ્રણાલિકા ગણી એની મજાક ઉડાવતા!

જે આજે આપણને ભણાવવામાં આવી રહ્યું છે તે આપણા પૂર્વજો હજારો વર્ષ પહેલાથી જાણતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *