ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઈન્સટાગ્રામ પર કમાણી કરનારા વિશ્વના શ્રેષ્ઠ 10 ખેલાડીઓ માંથી એક છે. આ લિસ્ટમાં તે 9 નંબરનુ સ્થાન ધરાવે છે. આ લિસ્ટમાં પ્રથમ સ્થાન રોર્ટુગલનો સૌથી પ્રચલીત ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે.

પ્રથમ ત્રણ નામોમાં તમામ ફૂટબોલર જ છે. રોનાલ્ડો પછી બ્રાઝીલના નેમાર અને આર્જન્ટીનાના દિગ્ગજ ખેલાડી લિયોનસ મેસ્સી 3 નંબર પર છે. એક ઈન્સ્ટાગ્રામ ટુલ પ્રમાણે કોહલી સોશીયલ મીડિયા સાઈટ પર પોતાની એક પોસ્ટથી 158000 પાઉન્ડ એટલે કે 1 કરોડ 35 લાખ રુપિયા કમાય છે.

કોહલીના હાલ ઈન્સ્ટાગ્રામ પર 36 મિલીયન ફોલોઅર્સ છે. કોહલી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. સતત પોતાના સોશિયલ એકાઉન્ટ અપડેટ કરતો રહે છે. તેમા તેના ફોટો ખુબ જ શેર થતા હોય છે અને પ્રચલીત છે.