મુકેશ અંબાણી દ્વારા ન કેવળ આપવામા આવ્યું ૫૦૦ કરોડ નુ દાન, પણ સાથોસાથ કરવામા આવ્યું છે આ કામ

Categories
Other

મિત્રો, કોરોના વાઈરસની સમસ્યા સામે યુદ્ધ લડવા માટે મુકેશ અંબાણીએ મદદ નો હાથ લંબાવ્યો છે. તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા પીએમ કેર્સ ફંડમા ૫૦૦ કરોડ રૂપિયા આપવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે. કંપનીએ નિવેદનમા જણાવ્યુ છે કે, ૫-૫ કરોડ રૂપિયા મહારાષ્ટ્ર અને ગુજરાત મુખ્યમંત્રી રાહત ફંડમા જમા કરાવશે. મુકેશ અંબાણી એ આપણા દેશના સૌથી શ્રીમંત બિઝનેસમેન છે, તેમની પાસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ નો ૪૨ ટકા ભાગ છે.

રિલાયન્સ ફાઉન્ડેશને કોરોના વાઈરસ થી પીડીત દર્દીઓ માટે ૧૦૦ બેડ ના દવાખાના ની ફકત બે અઠવાડિયામા જ તૈયાર કરી હતી. આ સિવાય રિલાયન્સે કહ્યુ છે કે, તે ૫ લાખ લોકો ને ૧૦ દિવસો સુધી ભોજન નુ વિતરણ કરશે એટલે કે ૫૦ લાખ લોકો માટે જમવાની ગોઠવણ કરવામા આવી રહી છે. આ ક્ષમતાને ભવિષ્યમા વધારવામા આવશે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીની પાસે ૩૯ બિલિયન ડોલર એટલે કે અંદાજે ત્રણ લાખ કરોડ રૂપિયા ની સંપત્તિ છે. આ આંકડો અમેરિકા ની ઈકોનોમી નો ૦.૧૯૧ ટકા છે.

સરળ શબ્દોમા કહીએ તો મુકેશ અંબાણી પોતાની સંપત્તિ થી ‌અંદાજીત ૭૭ કરોડ ગ્રામ સોનુ ખરીદી શકે છે. મુકેશ અંબાણીની સંપત્તિ નો મુખ્ય સ્ત્રોત તેમની કંપની છે. મુકેશ અંબાણી વિશ્વ ની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી ના માલિક છે. આ સિવાય મુકેશ અંબાણી આપણા દેશની સૌથી મોટી ટેલિકોમ નેટવર્ક કંપની જીયોના પણ માલિક છે. મુકેશ અંબાણી વિશ્વની ના સૌથી મોંઘા ઘર “એન્ટીલિયા” ના માલિક છે. બિઝનેસ ઈનસાઈડરના અહેવાલ અનુસાર, ૨૭ માળના આ ઘરનુ મૂલ્ય ૧૦ હજાર કરોડ રૂપિયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસ ના કારણે માર્કેટમા ઘટાડો આવવાના કારણે રિલાયન્સના શેયરમા મોટો ઘટાડો આવ્યો હતો. જેના કારણે મુકેશ અંબાણીને ઘણી હાનિ પહોંચી હતી. આ માર્કેટ ક્રેશમા અંબાણી ની મિલકતમા ૪૨ ટકા ની મિલકત ઘટી ગઈ છે. પરંતુ, થોડા દિવસો થી માર્કેટ મા રિકવરી આવ્યા બાદ રિલાયન્સ ના શેયર ની કિંમત મા થોડી રિકવરી જોવા મળી છે. આ ઉપરાંત રિલાયન્સ પર અંદાજિત ૧.૫ લાખ કરોડ રૂપિયા ની લોન પણ છે. જેને કંપની ૨૦૨૧ સુધી શૂન્ય પર લાવવા માંગે છે.

તેના માટે રિલાયન્સ પોતાની કંપનીઓ ની અમુક હિસ્સેદારી વેચવાની તૈયારી મા છે. રિલાયન્સને દેવામુક્ત બનાવવા માટે ૩ મોટી ડીલ પર વાત ચાલી રહી છે. જેમા ૧-૧ લાખ કરોડ રૂપિયા ની પહેલી ડીલ રિલાયન્સ અને સાઉદી અરામકોની વચ્ચે છે. બીજી ડીલ બ્રિટિશ પેટ્રોલિયમ ની સાથે ૭૦૦૦ કરોડ રૂપિયા ની છે અને ત્રીજી ડીલ રિલાયન્સ જીયોના ટાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેંટ ટ્રસ્ટમા હિસ્સેદારી વેચવાની છે.

હાલમા જ અમુક મીડિયા અહેવાલમા દાવો કરવામા આવ્યો હતો કે, કંપની જીયોની ૧૦ ટકા હિસ્સેદારી ફેસબુકને વહેંચી શકે છે. પરંતુ , કંપનીએ આ અહેવાલ પર કોઈપણ પ્રતિક્રિયા આપી નહોતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આર.આઈ.એલ. એ છેલ્લા ૫ વર્ષોમા ૫.૪ લાખ કરોડ રૂપિયાનુ નિવેશ કર્યુ છે. જેમા ફક્ત જીઓ નો બિઝનેસ બનાવવા માટે ૩.૫ લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. બાકીના પૈસા પેટ્રોકેમિકલ અને રિલાયન્સ રિટેલના નેટવર્કના વિસ્તાર માટે ખર્ચ કરવામા આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *