
આપણે સૌ જાણીએ છીએ કે , ઉનાળો ચાલી થઇ ગયો છે. થતા જ કંઈક ઠંડુ-ઠંડુ ખાવાનું મન થતું હોય છે. આપણને ગરમી પડે એટલે સૌથી પહેલા આઈસ્ક્રીમ જ યાદ આવે છે સાચું ને ? આઈસ્ક્રીમ એક એવી વસ્તુ છે જે નાનાથી માંડીને મોટેરાને પ્રિય હોય છે.
હાલ ઉનાળો ચાલુ થઇ ગયો છે. તો લોકડાઉન પણ ચાલુ જ છે. લોકડાઉનને કારણે બહાર નીકળી શકાતું નથી. ગુજ્જુ રોક્સ તમારી માટે લઈને આવ્યું છે ચોકલેટ આઈસ્ક્રીમની રેસિપી.
ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવાની રીત:
સામગ્રી:
- દૂધ: 2 કપ
- તાજું ક્રીમ: 1/2 કપ
- ડાર્ક ચોકલેટ: 1 કપ
- કોર્નફ્લોર: 4 ટી.સ્પૂન
- કેસ્ટર શુગર: 1/2 કપ

રીત:
સૌ પ્રથમ એક બાઉલમાં અડધો કપ ઠંડા પાણીમાં કોર્નફ્લોર મિક્સ કરો.
આ બાદ બીજા એક પહોળા વાસણમાં 1 કપ પાણી ઉકાળી તેમાં ડાર્ક ચોકલેટ મેળવી સારી રીતે મિક્સ કરો.
આ બાદ દૂધને ગરમ કરીને કોર્નફ્લોરનું મિશ્રણ અને કેસ્ટર સુગર મેળવી સતત 2 મિનિટ સુધી હલાવો.
આ બાદ આ મિશ્રણને ઠંડુ થવા દો.
મિશ્રણ ઠંડુ થઇ ગયા બાદ તાજું ક્રીમ અને પીગળાવેલી ચોકલેટનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
આ મિશ્રણને એલ્યુમિનિયમના ડબ્બામાં આશરે 6 કલાક સુધી ફ્રીજરમાં સેટ કરવા રાખો.
આ બાદ ફરી તેને મિક્સરમાં ક્રશ કરીને લીકવીડ જેવું કરો. આ બાદ ફરીથી તેને 10 કલાક સુધી ફ્રીજરમાં સેટ કરવા રાખો.
ફ્રીજરમાં સેટ થઇ ગયા બાદ તેને બહાર કાઢી ચોકલેટના નાના ટુકડાથી ગાર્નિશ કરીને સર્વ કરો.
તૈયાર છે ચોકલેટ આઈસ્ક્રીમ
નોંધ: ચોકલેટનો વધુ આનંદ જોઈતો હોય તો બીજીવાર જયારે ફ્રીજરમાં મુકો છો ત્યારે તેમાં ચોકલેટના ટુકડા પણ ઉમેરી શકો છો.