વિજય માલ્યાનો વીલા ખરીદનાર આ બિઝનેસમેને કોરોના સામેની લડાઈમાં આપી મોટી મદદ

Categories
Other

કોરોના સામેનો જંગ વ્યાપક છે, એ બાદ સમાજના તમામ વર્ગના લોકો હવે કોરોના સામેના જંગમાં યથાશક્તિ જોડાઇ રહ્યા છે. હવે એ વોરિયર્સમાં એક નામ બિઝનેસમેન કમ અભિનેતા સચિન જોષી પણ ઉમેરાયા છે. સચિન જોષીનું નામ આ પહેલાં વિજય માલ્યાની ગોવા ખાતીને વીલા ખરીદનાર તરીકે ઝળક્યું હતું. વિજય માલ્યા તો ઘણા વખતથી બ્રિટનમાં છે. બેન્કો પાસેથી કરોડોમાં લોન લઇને તે નહીં ભરવાને પગલે તે ભારતમાંથી ભાગી ગયો હતો. તેની મિલ્કત
અહીં વિવિધ વિભાગોએ જપ્ત કરી છે.

જો કે કિંગ ફિશર એરલાઇન અને કિંગ ફિશર બીયરની બ્રાન્ડ ઘણી જાણિતા હતા. પરંતુ દેવાળિયા થયા બાદ તેની મિલ્કત વેચાવા માંડી છે. એવી જ એક સંપત્તિ ગોવા ખાતે હતી. ગોવાના કંડોલિમ બિચ પર આવેલી આ વીલા 12350 ચોરસફૂટમાં પથરાયેલી છે. સરસ લોકેશન ધરાવતી વીલા વેચવા માટે ત્રણ વખત પ્રયાસ કરાયો હતો. પરંતુ વેચાઇ ન હતી. એ વીલા માટે 85 કરોડનો આંકડો લગાવાતો હતો. પરંતુ એ રકમે કોઇ ખરીદતું ન હતું. આખરે 73 કરોડમાં સચિન જોષીએ તે ખરીદી હતી. આ સચિન જોષી હવે કોરોના સામેની લડાઇમાં મુંબઇ મહાનગર પાલિકાને મદદમાં આગળ આવ્યા છે.

મુંબઇ ગીચ વસ્તી ધરાવતું મહાનગર છે. એ કારણસર મુંબઇમાં ક્વોરન્ટાઇન કોઇને કરવા હોય એ માટે યોગ્ય સ્થળ નથી. એમ, તો મોટા ભાગની હોસ્પિટલમાં એ સુવિધા શરૂ થઇ રહી છે. પરંતુ એ સાથે જ સંક્રમણ વધવા સાથે હોસ્પિટલનો સ્ટાફ પણ સંક્રમિત થઇ જતાં એક હોસ્પિટલ હાલમાં જ સીલ કરવી પડી હતી. એ સંજોગોમાં ગીચ વસ્તીથી દૂર ક્વોરન્ટાઇનની સુવિધા ઊભી કરાય તો તે વધુ ઉપયોગી નીવડી શકે એ હેતુ સાથે સચિન જોષીએ તેમની પવઇ ખાતેની હોટલ કોરન્ટાઇન માટે આપવાની દરખાસ્ત કરી હતી.

કોરોના સામેના જંગમાં મદદ કરવા માટે મુંબઇ મહાનગર પાલિકાએ અપીલ કરતાં સચિન જોષીએ તરત પવઇ ખાતે આવેલી પોતાની હોટલ ક્વોરન્ટાઇન માટે આપવા માટે દરખાસ્ત કરી હતી. મુંબઇ કરતાં પવઇ ઓછી ભીડવાળું ઉપનગર છે. પવઇ ખાતે સચિન જોષીની બીટલ નામની હોટલ આવેલી છે. એ હોટલ કોરોનાથી સંક્રમિત દર્દીઓને ક્વોરન્ટાઇન કરવા માટે ઉપયોગી થઇ પડે એવી વિચારણા સાથે સચિન જોષીએ મુંબઇ મહાનગર પાલિકાને સેવા આપવા માટે તૈયારી દેખાડી. બીએમસીએ પણ એ દરખાસ્ત સ્વીકારી લીધી અને એ સાથે જ હોટલના 36 રૂમોને સેનેટાઇઝ કરવા માટે કામ હાથ ધરાયું છે.

સચિન જોષીની બીટલને હાલમાં ક્વોરન્ટાઇન કરાઇ રહી છે. એ કામ પૂરું થાય પછી તેના રૂમોમાં ક્વોરન્ટાઇન માટે દર્દીઓને રાખવામાં આવશે. યાદ રહે કે સારવારની સાથે સાથે દર્દીઓને આઇસોલેશનમાં રાખવા જરૂરી છે. તો શંકાસ્પદ લક્ષણ ધરાવનારાઓને ક્વોરન્ટાઇનમાં રખાય છે. ક્વોરન્ટાઇનમાં રાખવાનો એક આશય એ છે કે કોરોનાનું સંક્રમણ ફેલાઇ ન શકે. બીજા
લોકોથી અલગ રાખીને કોરોનાનો પ્રકોપ વધુ ન ફેલાય એ માટે એ કામ કરવું જરૂરી હતું અને એ જ રીતે શંકાસ્પદ દર્દીઓને કવોરન્ટાઇન કરાય છે. હવે મુંબઇના દર્દીઓને ક્વોરન્ટાઇન કરવા માટે પવઇ ખાતેની આ હોટલનો ઉપયોગ કરવામાં આવશે.

બોલિવૂડના મોટા ભાગના કલાકારોએ પોતપોતાની રીતે કોરોનાના જંગમાં ઘણી મદદ કરી છે. ઘણા કલાકારોએ રોકડમાં પણ ઘણી મદદ કરી છે, તો કેટલાય કલાકારોના ફાઉન્ડેશન કે ટ્રસ્ટ પણ કોરોના સામેના જંગમાં જોડાયા છે. આ તમામના સથવારે જ આપણો દેશે આજે કોરોના સામેની જંગ માંડી છે. એ જંગ હજુ કેટલા દિવસ ચાલશે એમ કહી શકાય એવું નથી. એ લાંબી જંગ હોવાને કારણે જ બધા જ લોકોનો સહયોગ જરૂરી બની ગયો છે. એ માટે જ પીએમ કેર્સ નામનું ફંડ પણ ઊભું કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *