વિશ્વની સૌથી મોંઘી આ વસ્તુઓના માલિક છે મુકેશ અંબાણી! જે દુનિયામાં કોઈની પાસે નથી

Categories
News

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, ફક્ત ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ નથી પણ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ પણ છે. આશરે 43.2 અબજ ડોલરની નેટવર્થ સાથે, અંબાણી ગયા વર્ષે ફોર્બ્સ ઇન્ડિયાની રિચ લિસ્ટમાં સતત 11માં વર્ષે પણ નંબર એક પર જ હતા. અહીં ધ્યાને લેવા જેવી વાત એ છે કે વર્ષ 2018માં, તેમની નેટવર્થમાં 3.1 બિલિયન ડોલરનો વધારો થયો હતો જે લગભગ 21,754 કરોડ રૂપિયા બરાબર છે.

હાલના દિવસોમાં અંબાણી પરિવાર સોશિયલ મીડિયામાં ખુબ જ છવાયેલા છે. જણાવી દઈએ કે અંબાણીનો જેટલો મોટો કારોબાર છે, તેટલી જ મોંઘી અને આલીશાન તેઓની લાઇફસ્ટાઇલ છે. મુકેશ અંબાણીએ 11 વર્ષ પહેલા પોતાની પત્ની નીતાને 250 કરોડ રૂપિયાનું જેટ ભેટમાં આપ્યું હતું. આ સિવાય આજે અમે તમેને મુકેશ અંબાણીની આ 8 સૌથી મોંઘી ચીજો વિશૅ જણાવીશું.

ગયા વર્ષે, મુકેશ અંબાણી અલીબાબાના સ્થાપક જેક માને પાછળ છોડીને એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ બન્યા.  જાણો મુકેશ અંબાણી વિશ્વની કઈ સૌથી મોંઘી વસ્તુઓની માલિકી ધરાવે છે.

એન્ટિલિયા:

આ 27 માળની ઇમારત, લગભગ બે અબજ ડોલરની કિંમતે બાંધવામાં આવી છે, જે મુકેશ અંબાણીનું ઘર છે અને તે વિશ્વની બીજી સૌથી મોંઘી રહેણાંક મિલકત છે. બકિંગહામ પેલેસ પછી તેનો નંબર આવે છે. મુંબઈના અલ્ટામાઉન્ટમાં સ્થિત આ (એન્ટિલિયા) વિશ્વની સૌથી મોંઘી ખાનગી રહેણાંક મિલકત છે.

આ આલીશાન બિલ્ડીંગમાં માત્ર સાફ-સફાઈ માટેના જ 600 જેટલા કાર્યકરો છે, જે 24 કલાક માટે ઘરની સંભાળ રાખે છે. આ મકાનમાં હેલ્થ સ્પા, એક સલૂન, એક બૉલરૂમ, 3 સ્વિમિંગ પૂલ, યોગ અને ડાન્સ સ્ટુડિયો છે. આ ઇમારતની શરૂઆતના 6 માળ પાર્કિંગ માટે બનાવવામાં આવ્યા છે. આ ઘરમાં એક ખાનગી થિયેટર અને સ્નો રૂમ પણ છે. આ સિવાય ઘરની છત પર 3 હેલિપેડ છે.

એરબસ 319 જેટ:

મુકેશ અંબાણી પાસે એરબસ 319 કોર્પોરેટ જેટ છે. આ વિમાન 25 મુસાફરોને લઇ જવા સક્ષમ છે. આ લક્ઝરી વિમાનમાં મોટું એન્ટરટેનમેન્ટ કેબિન, લક્ઝરી સ્કાય બાર અને ફેન્સી ડાઇનિંગ એરિયા, એક ઑફિસ, એક કોન્ફ્રેંસ રૂમ, એક રોયલ બેડરુમ, ગેમિંગ માટે કેબીન, મ્યુઝિક સિસ્ટમ, સેટેલાઇટ ટેલિવિઝન, વાયરલેસ કોમ્યુનિકેશન અને એક બાર પણ છે. 2007માં અંબાણીએ વાઈફ નીતાને તેના 44માં બર્થ ડે પર 250 કરોડનું આ જેટ ગિફ્ટમાં આપ્યું હતું.

આ જેટમાં લેધર સીટિંગ, એર કંડિશન અને ખાસ કોકપીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અંબાણી પાસે આ ઉપરાંત, બે અન્ય ખાનગી વિમાનો બોઇંગ બિઝનેસ જેટ -2 અને ફાલ્કન 900EX પણ છે.

8.5 કરોડની BMW 760Li:

મુકેશ અંબાણી BMW 760Li કારમાં મુસાફરી કરે છે, જે બુલેટ પ્રૂફ કાર છે. જેની કિંમત 8 કરોડ 50 લાખ રૂપિયા છે. તેને દુનિયાની સૌથી સેફ કાર પણ માનવામાં આવે છે. તેમાં બોર્ડ કોન્ફરન્સ સેન્ટર, લેપટોપ અને ટીવી સ્ક્રીન છે. મુકેશ અંબાણી બધે આ કારથી જ ફરે છે.

આ કારની બેઝ પ્રાઇસ 300,000 ડોલર છે, પરંતુ તેની આર્મર્ડ આવૃત્તિની કિંમત 1.4 મિલિયન ડોલર છે. મુકેશ અંબાણીએ મુંબઈમાં મોટર વ્હીકલ્સ ડિપાર્ટમેન્ટને 1.6 કરોડ રૂપિયાની ફી આપી હતી. રિપોર્ટના આધારે, ભારતમાં તેની પહેલા કોઇએ પણ આટલી રજીસ્ટ્રેશન ફી આપી ન હતી. તેમજ કોઈપણ ભારતીય દ્વારા રાખવામાં આવતી સૌથી મોંઘી કાર છે.

150 કરોડનું યૉટ:

મુકેશ અંબાણી એક યૉટની પણ માલિકી ધરાવે છે. તેની કિંમત 1 મિલિયન ડોલરથી વધુ છે. 58 મીટર લાંબી અને 38 મીટર પહોળી, આ યાટમાં સોલાર ગ્લાસની છત છે. રિપોર્ટ અનુસાર અંબાણીની યૉટ બ્રીચ કૈંડી પર પાર્ક થાય છે. તેને ફ્રેન્ચ કંપનીએ બનાવી છે. જેમાં 12 પેસેંજર્સ અને 20 કૃ મેમ્બર્સ મુસાફરી કરી શકે છે. જેમાં ત્રણ ડેક, સ્પા, પુલ, હેલિપેડ, જિમ, મસાજ રૂમ, મ્યુઝિક રૂમ, ડાઇનિંગ રૂમ, સિનેમા અને લાઉન્જ છે, જેમાં મહેમાનો માટે વ્યક્તિગત સ્યૂટ અને રીડિંગ રૂમનો સમાવેશ થાય છે. આ સમુદ્રમાં એક વૈભવી ઘર જેવી સુવિધા આપે છે.

Maybach 62:

મુકેશ અંબાણી ભારતમાં એકમાત્ર વ્યક્તિ છે જેણે તેમની પત્ની માટે મેબેક 62 ખરીદી છે. મુકેશ અંબાણીએ આ કારને તેમની પત્ની નીતાને જન્મદિવસની ભેટમાં આપી હતી. આ કારની મહત્તમ ઝડપ 250 કિલોમીટર પ્રતિ કલાકની છે.

આ કાર ફક્ત 5.4 સેકંડમાં 0 થી 100 કિ.મી.ની સ્પીડ પકડી શકે છે. એક મિલિયન ડોલરથી વધુ કિંમતની આ કાર અંબાણીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખે છે. આ કાર સિવાય, અંબાણી પાસે એસ્ટોન માર્ટિન, મર્સિડીઝ એસ ક્લાસ અને અન્ય વૈભવી કાર પણ છે.

ફાલ્કન 900EX:

આ એયરક્રાફટમાં બિઝનેસ ઓફિસ, બોર્ડરૂમ અને પ્રાઇવેટ બેડરૂમ પણ છે, જેમાં 14 પેસેંજર્સને બેસવાની વ્યવસ્થા છે. જેની કિંમત 43.3 મિલિયન ડોલર છે.

Aston Martin Rapide:

અંબાણીના કાર કલેક્શનમાં આ કાર સૌથી મોંઘી છે. આ કાર 4.4 સેકન્ડમાં 60 Kmph ની સ્પીડ પકડી શકે છે. જેની વધુમાં વધુ સ્પીડ 327 Kmph છે. જેની કિંમત એક લાખ 70 હજાર ડોલર છે.

મર્સીડીઝ એસ ક્લાસ:

Maybach 62ની જેમ અંબાણીની આ કાર પણ બુલેટપ્રુફ છે. કાર બોર્ડ કોન્ફ્રેંસ સેન્ટર, લેપટોપ અને ટીવી સ્ક્રીન જેવી સુવિધાઓ તેમાં છે. 3.9 સેકન્ડમાં આ કાર 60 Kmphની સ્પીડ પકડી શકે છે. જેની કિંમત 15000 ડોલર છે.

રોલ્સ રૉયસ ફેન્ટમ:

આ કાર 5.8 સેકન્ડમાં 100 Kmphની સ્પીડ પકડી શકે છે. જેની મેક્સિમમ સ્પીડ 249 Kmph છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *